Thursday 19 August, 2010

crikit

ક્રિકેટ વિશ્વમાં (?) સચિન તેંડુલકર સૌ ભારતીયો માટે પ્રેરણારૃપ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ૩૬ વર્ષની વયે પણ અદ્ભુત સ્ટેમીના દર્શાવીને સચિન અવનવા વિક્રમો સર્જતો જ રહે છે, પરંતુ આપણે ક્રિકેટની રમતનું ગાંડપણ છોડી અન્ય રમતો પરત્વે પણ રસ દાખવવો અત્યંત જરૃરી છે.

વાસ્તવમાં ક્રિકેટની રમત ગુલામ ભારતમાં બ્રિટિશરોએ સમય પસાર કરવા માટેના સાધન તરીકે શરૃ કરી હતી. વર્તમાન સમયમાં જેટલી પણ ક્રિકેટ ટીમો છે તે બધા જ દેશોમાં બ્રિટિશરો-ગોરાંઓનાં સંસ્થાન હતાં. ભારત, પાક, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા, વે. ઈન્ડિઝના ટાપુઓ વગેરે દેશોમાં ગોરાઓની આણ પ્રવર્તતી હતી. ઉપરોક્ત તેમજ અન્ય બચૂકડા દેશો ભેગા થઈને ક્રિકેટ વિશ્વ કપ, ૨૦-૨૦ ચેમ્પિયન લીગ, I.P.L. INDIAN PREMIER LEAGUE (બુકી-ક્રિકેટ માફિયાઓનું કમાણીનું નવતર સાધન) જેવાં અવનવાં નામધારી ગતકડાં કાઢે છે. વિશ્વના મુઠ્ઠીભર દેશો જે રમત રમતા હોય તેને વિશ્વ કપ કેવી રીતે કહેવાય?

ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, હોંગકોંગ, તાઈવાન જેવા એશિયન દેશોમાં ક્રિકેટનો કોઈ ભાવ પૂછતું નથી. ચીન, જાપાન જેવા દેશો તો એશિયન અને ઓલિમ્પિક રમતોત્સવમાં સૂંડલા ભરીને સુવર્ણપદકો ગજવે ઘાલે છે. જ્યારે ૧ અબજથી વધુનો માનવમહેરામણ ધરાવતો મેરા ભારત મહાનને એક સુવર્ણ પદક મેળતવાં હાંફી જવાય છે. અમેરિકા-યુરોપના દેશોમાં તો ક્રિકેટનો કોઈ લેવાલ નથી.

ક્રિકેટ જ્વર છોડીને આપણે હવે હોકી (ધ્યાનચંદ ધનરાજ પિલ્લાઈ) બિલિયર્ડસ ગીત સેઠી, પંકજ અડવાણી) બેડમિન્ટન (પ્રકાશ પદુકોણ, સ્વ. સૈયદ મોદી, પુલેલા ગોપીચંદ સાઈના નેહવાલ) ટેનિસ (રમેશ કૃષ્ણન, વિજય અમૃતરાજ, આનંદ અમૃતરાજ, લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ, સાનિયા મિર્ઝા) એથ્લેટિક્સ (મિલ્ખાસિંઘ, પી.ટી. ઉષા,શાઈની અબ્રાહમ, અંજુ જ્યોર્જ) ચેસ (આનંદ વિશ્વનાથન્) વેઈટ લિફ્ટિંગ (મલ્લેશ્વરી કુંજુરાની દેવી) શૂટિંગ (અભિનવ બિન્દ્રા, માનવજિતસિંહ સંધુ, રાજ્યવર્ધન રાઠૌર, બોક્સિંગ (વિજેન્દ્રકુમાર) કુસ્તી (ગામા, સુશીલકુમાર) વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બેઝબોલ, પોલો, ગોલ્ફ જેવી રમતોને દેશની શાળા-મહાશાળાઓમાં પ્રાધાન્ય આપવું જોઈએ. અને જે તે રમતોના (ક્રિકેટ સિવાય) રમતવીરોની રાષ્ટ્રીય કક્ષાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની નિમણૂક કરવી જોઈએ.

રમતો અને ખેલાડીઓના સ્તરને વિશ્વક્રમાંકમાં ટોચ પર લઈ જવા માટે દરેક રમત સંઘોમાં જે તે રમતના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની જ નિમણૂક કરવી જોઈએ, નહીં કે રાજકારણીઓની ક્રિકેટ સિવાયની રમતોના ખેલાડીઓને વિવિધ ઉત્પાદનકર્તાઓએ મોડેલ તરીકે જાહેરખબરોમાં-વિજ્ઞા|પનોમાં, વર્તમાનપત્રો, ટેલિવિઝન વગેરેમાં તક આપવી જોઈએ, જેથી દેશના ઉભરતા ખેલાડીઓને પ્રેરણારૃપ બને.

વિવિધ રમતોના સંઘોમાંથી રાજકારણીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય થાય તો જ દેશમાં ક્રિકેટ સિવાયની રમતોનું, ખેલાડીઓનું, વિવિધ રમતોનું કોટિંગ, એશિયન, ઓલિમ્પિક રમતોત્સવ વગેરેના સ્તર સુધરશે. ક્રિકેટ બોર્ડ જેવી સ્વાયત્ત સંસ્થાનો પ્રયોગ અલ્પ સરકારી અંકુશ હેઠળ અન્ય રમતોનો પણ થવો જોઈએ.અસ્તુ...

નોધઃ સારો વાચક ચોક્કસપણે સારો લેખક બની શકે. તમે પણ લેખક બની શકો છો. કોઈપણ પ્રવર્તમાન મુદ્દા પર તમારો માહિતીપ્રદ લેખ ૫૦૦ શબ્દોની મર્યાદામાં અમને મોકલી આપો. ગુણવતાની એરણ પર ખરાં ઉતરેલા લેખોને અહીં દર સપ્તાહે સ્થાન મળશે. માહિતીની ખરાઈ કર્યા વગરના લેખો મોકલવાનું ટાળજો.